Ahmedabad: ક્રાઈમ બ્રાંચની ડ્રગ્સને લઈ મોટી કાર્યવાહી, ડ્રગ્સ પેડલર સહિત 3 આરોપી સકંજામાં, જુઓ Video
અમદાવાદમાં ફરી નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે. NDPSના અલગ અલગ બે કેસ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે સૌથી મોટી કાર્યવાહી કરી છે. નારોલથી 521 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક ડ્રગ્સ પેડલર ઝડપાયો છે. તો બીજો ડ્રગ્સ પેડલર એસજી હાઇવેથી 594 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો છે.
Ahmedabad : અમદાવાદમાં ફરી નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે. NDPSના અલગ અલગ બે કેસ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટી કાર્યવાહી કરી છે. નારોલથી 521 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક ડ્રગ્સ પેડલર ઝડપાયો છે તો બીજો ડ્રગ્સ પેડલર એસજી હાઇવેથી 594 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો છે. કુલ 1 કિલો 116 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા છે.
આ પણ વાંચો : Ahmedabad : ખાનપુર દરવાજા પાસે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા, ઘટના CCTVમાં કેદ, જુઓ Video
બન્ને કેસમાં ડ્રગ્સ રાજસ્થાનથી આવ્યું હોવાનો ખુલાસો થયો છે. તૌફિક ઉર્ફે ટાઇગર ઘાંચી અને મન્સૂરી નામના આરોપીની ધરપકડ કરીને 52.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજસ્થાન જેલમાં મુલાકાત થયા બાદ આરોપીઓ ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાનો ખુલાસો થયો છે. આરોપી ઉદયપુરના આરીફ પઠાણ ઉર્ફે દિપુ પાસેથી ડ્રગ્સ મગાવતા હતા.
MD ડ્રગ્સ બાદ કોકિન, કફશીરપ, અને ગાંજાનું પણ કનેકશન સામે આવ્યું. જયાં કફશિરપનું અમદાવાદ, કોકિન મુંબઈથી, MD ડ્રગ્સનું મધ્યપ્રદેશ અને મુંબઈ કનેક્શન છે. ગાંજાનું સુરત કનેક્શન આવતા અનવર ઉર્ફે પપ્પુનું નામ ખૂલ્યું છે. અમદાવાદ ડ્રગ્સ મુક્ત અભિયાન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે.
ક્રાઇમ બ્રાંચની ટીમને MD ડ્રગ્સની વધુ એક બાતમી મળી કે એસ.જી હાઇવે પર ડ્રગ્સનો જથ્થો લઈને ડ્રગ્સ પેડલર નીકળવાનો છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે રિક્ષામાં શકાસ્પદ હાલતમાં જઇ રહેલા જાકિર હુસેન શેખ નામના શખ્સને પકડીને તેની પાસેથી 594 ગ્રામ કુલ 59 લાખનું એમડી ડ્રગ્સ કબ્જે કર્યું. પકડાયેલ આરોપી જાકિરહુસેનનો ભાઈ વોન્ટેડ અનવરહુસેન અને પાલનપુર મનું ચૌધરી રાજસ્થાન અફીણ કેસમાં શિરોહી જેલમાં સજા કાપી રહ્યા હતા.
જેલમાં વોન્ટેડ બન્ને આરોપીએ ડ્રગ્સના વેચાણ કાળો કારોબાર કરવાનું નક્કી કર્યું અને જેલથી છૂટ્યા બાદ ડ્રગ્સનું નેટવર્ક શરૂ કર્યું. જેમાં રાજસ્થાનથી મનું ચૌધરી ડ્રગ્સનો જથ્થો મગાવતો હતો અને આરોપી અનવરહુસેન તેના ભાઈ જાકિરહુસેન રિક્ષાથી પાલનપુર ડ્રગ્સ જથ્થો લેવા મોકલતો હતો.
જે બાદ આરોપી જાકિરહુસેન ડ્રગ્સ લાવી અનવરહુસેન જણાવ્યા મુજબ નાની-મોટી પડીકી બનાવી રાખતો..આરોપી છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સ જથ્થો મગાવીને સરખેજ અને ફતેવાડી વિસ્તારમાં વેંચતા હતા..આરોપી પૂછપરછ માં 3 દિવસમાં એક વાર 300 થી 400 ગ્રામ એમ.ડી ડ્રગ્સ લાવી શહેરમાં વેંચતા હતા. ત્યારે વોન્ટેડ બન્ને આરોપી પકડવા તપાસ શરૂ કરી છે.
એટલું જ નહીં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ એક મહિનામાં ડ્રગ્સના 9 કેસ કરીને મોટી સફળતા મેળવી છે. જેમાં કફશિરપ અમદાવાદ કનેક્શન, ગાંજોનું સુરત કનેક્શન, કોકિન મુંબઈ કનેક્શન અને MD ડ્રગ્સનું રાજેસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર કનેક્શન સામે આવ્યું છે..