Banaskantha : વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ, વિજય મુહૂર્તમાં ગુલાબસિંહ નોંધાવશે ઉમેદવારી, જુઓ Video

|

Oct 25, 2024 | 1:20 PM

બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાની બેઠકની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે વાવ બેઠક પર કોંગ્રેસે તેમની પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર કરી દીધુ છે.કોંગ્રેસ પાર્ટીએ અનેક ચર્ચાઓ બાદ ગુલાબસિંહ રાજપૂતને ચૂંટણીની ટિકિટ આપી છે.

બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાની બેઠકની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે વાવ બેઠક પર કોંગ્રેસે તેમની પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર કરી દીધુ છે.કોંગ્રેસ પાર્ટીએ અનેક ચર્ચાઓ બાદ ગુલાબસિંહ રાજપૂતને ચૂંટણીની ટિકિટ આપી છે. કોંગ્રેસ ઉમેદવાર વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. આ સમયે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહેશે. જ્યારે વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજર રહેશે.

કોણ છે ગુલાબસિંહ રાજપૂત ?

બનાસકાંઠાના સુઈગામ તાલુકાના અસારવા ગામના વતની છે. પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. પ્રથમ વખત વર્ષ 2019માં પેટા ચૂંટણીમાં થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગુજરાત યુથ કોંગ્રેસ, NSUIના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત પાછળ મહત્વની ભૂમિકા છે. વર્ષ 2022માં થરાદથી વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ પણ પ્રજા વચ્ચે સક્રિય છે.

ભાજપે ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી

બીજી તરફ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. પરંતુ હજુ સુધી ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી. સૂત્રો અનુસાર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ મળી શકે છે.અમીરામ આંસલ, રજનીશ ચૌધરી કે નવા ચહેરાને પણ ટિકિટ મળી શકે છે.

 

Published On - 11:34 am, Fri, 25 October 24

Next Video