Dwarka : કુરંગા નજીક અમદાવાદના મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી, જુઓ Video

| Edited By: | Updated on: Jan 04, 2025 | 2:38 PM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે દ્વારકાના કુરંગા નજીક ખાનગી બસ પલટી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર તમામ મુસાફરો પૈકી 56 મુસાફર અમદાવાદના હતા.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક વખત દ્વારકાના કુરંગા નજીક અકસ્માત સર્જાયો છે. દ્વારકાના કુરંગા નજીક ખાનગી બસ પલટી જતા 21 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 7 લોકોને ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે ખંભાળિયા ખસેડાયા હતા. મળતી માહિતી અનુસાર અમદાવાદના રખિયાલના 56 જેટલા રહેવાસીઓ બસમાં સવાર હતા. ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવતા બસે પલટી હતી. જો કે સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

રાજકોટમાં સર્જાયો હતો અકસ્માત

આ તરફ રાજકોટના કેવડા કોલાની વિસ્તારમાં પણ અકસ્માતનો બનાવ બન્યો છે.  કાર ચાલકે કાબૂ ગુમાવતા બે થી ત્રણ લોકોને હડફેટે લીધા હતા. જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. બીજી તરફ 2 દિવસ અગાઉ રાજકોટના  150 ફૂટ રિંગરોડ પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતા. જેમાં  બે કાર વચ્ચે ટક્કર બાદ એક કાર પાંચ ફૂટ ઊંચી રેલિંગ તોડીને રસ્તા પર પલટી ગઈ હતી. કારમાં સવાર બે વ્યક્તિને ઈજા પહોંચી હતી.