Surat : કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત, જુઓ CCTV

| Edited By: | Updated on: Jan 15, 2025 | 3:10 PM

સુરતના કતારગામ વિસ્તારમાં વધુ એક ભયાવહ અકસ્માતની ઘટના બની છે. કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક 2 યુવાનો ઓવરબ્રિજ પરથી નીચે પટકાયા હતા. ઓવર સ્પીડમાં વાહન હંકારતા હોવાના કારણે 50 ફૂટની ઊંચાઈથી બાઈક સવાર નીચે પડ્યો હતો.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં વધુ એક ભયાવહ અકસ્માતની ઘટના બની છે. કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક 2 યુવાનો ઓવરબ્રિજ પરથી નીચે પટકાયા હતા. ઓવર સ્પીડમાં વાહન હંકારતા હોવાના કારણે 50 ફૂટની ઊંચાઈથી બાઈક સવાર નીચે પડ્યો હતો. જેમાં 1 યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.

જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. ઓવર સ્પીડમાં બેલેન્સ ગુમાવતા ડિવાઈડર સાથે બાઈક ટક્કર મારતા યુવાન ઉછળીને નીચે પડ્યો હતો. જો કે સમગ્ર ઘટનાની જાણ કતારગામ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ હાથ ધરી છે.

દાહોદમાં 2 અલગ અકસ્માતમાં 6ના મોત

બીજી તરફ દાહોદના ઝાલોદમાં અલગ અલગ 2 અકસ્માતમાં 6ના મોત નિપજ્યાં છે. ઝાલોદના વેલપુરામાં 2 બાઇક વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળ પર 4 લોકોના મોત થયા છે. જ્યારે જુની RTO ચેક પોસ્ટ નજીક બાઇક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર 2 લોકોના મોત થયા છે.

Published on: Jan 15, 2025 03:02 PM