ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીનો કેસ, પાંચેય આરોપીઓની જામીન અરજી કોર્ટે કરી મંજૂર

| Edited By: | Updated on: Mar 20, 2024 | 6:37 PM

પોલીસે રિમાન્ડ પૂર્ણ થતાં પાંચેય આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે તમામ આરોપીઓની CCTVના આધારે ધરપકડ કરી હતી. જો કે, પોલીસને ઠોસ પુરાવા મળ્યા નહોતા. ત્યારે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. દંડા કોણે માર્યા તે અંગે પોલીસ પાસે પુરાવા નથી.

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલ મારામારીના કેસમાં તમામ આરોપીઓની જામીન અરજી કોર્ટે મંજુર કરી છે. પોલીસે રિમાન્ડ પૂર્ણ થતાં 5 આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 5 આરોપીઓની CCTVના આધારે ધરપકડ કરી હતી. જો કે, પોલીસને ઠોસ પુરાવા મળ્યા નહોતા. ત્યારે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.

દંડા કોણે માર્યા તે અંગે પોલીસ પાસે પુરાવા નથી. પોલીસે CCTVના આધારે આરોપીઓને પકડ્યા હતા. કેસમાં સીધી રીતે ગુનો પુરવાર ના થતો હોવાનો તેમજ FIRમાં આરોપીઓના ચોક્કસ નામ ના હોવાનું આરોપીના વકીલ જણાવ્યું છે. હાલ કોર્ટે તમામ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.

આ પણ વાંચો મારામારીની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીએ સુરક્ષામાં કર્યો વધારો, 70થી વધુ એક્સ આર્મીમેન કરાયા તૈનાત