અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી – અમિત શાહ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 22, 2024 | 2:55 PM

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે આણંદ સ્થિત NDDBના હિરક જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહી સહકારી માળખાને વધુને વધુ મજબૂત બનાવવા હાકલ કરી છે. અમિત શાહે જણાવ્યું કે સહકારિતા આંદોલનને કારણે જ આજે શ્વેત ક્રાંતિમાં પરિવર્તન આવ્યું છે. 

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે આણંદ સ્થિત NDDBના હિરક જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહી સહકારી માળખાને વધુને વધુ મજબૂત બનાવવા હાકલ કરી છે. અમિત શાહે જણાવ્યું કે સહકારિતા આંદોલનને કારણે જ આજે શ્વેત ક્રાંતિમાં પરિવર્તન આવ્યું છે.  1964માં તત્કાલીન પીએમ લાલ બહાદુર શાસ્ત્રીએ અમૂલ જોઇને NDDBની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો. આજે NDDB વિશ્વભરમાં મોટી સંસ્થા બની ગઇ છે.

અમૂલ અને NDDBનું મોડલ અનોખું : અમિત શાહ

રાજ્યની 35 લાખ મહિલાઓ પશુપાલન સાથે જોડાયેલી છે. અમિત શાહે કહ્યું કે અમૂલ અને NDDBનું સહકારી ક્ષેત્રનું મોડલ અનોખું છે. આ મોડલ થકી નાના ખેડૂતોની મુડી એકત્ર કરી તેમને નફો વહેંચી તેમને સમૃદ્ધ બનાવવામાં આવે છે. દૂધમાં મિલાવટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ અમૂલમાં મિલાવટ કેમ નથી થતી ? કેમકે અમૂલના કોઇ માલિક જ નથી. જો માલિક હોય તો લોભ જાગે પરંતુ અમૂલના કોઇ માલિક જ નથી,એટલે જ મિલાવટ પણ નથી. ખેડૂતો જ અમૂલના માલિક છે.