અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં આગામી સપ્તાહથી પડશે કાળઝાળ ગરમી- વીડિયો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરી છે. આગામી સપ્તાહથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે.તારીખ 21 અને 22 માર્ચે તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ રહેશે.
રાજ્યમાંથી હવે શિયાળો વિદાય લેવાની તૈયારી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સપ્તાહથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. રાજ્યમાં આવતા સપ્તાહથી અંગ દઝાડતી ગરમી પડવાની શરૂઆત થઈ જશે. જેમા કચ્છ જિલ્લામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં 35 ડિગ્રીથી વધુ ગરમી પડવાની સંભાવના છે. તારીખ 21 અને 22 માર્ચે 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે.
સમગ્ર ગુજરાતમાં 35 ડિગ્રીથી વધુ ગરમી રહેશે. તારીખ 17 અને 18 માર્ચે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 18 થી 24 માર્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો