પોરબંદરમાં 75મા ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી,મધદરિયે તિરંગો લહેરાવ્યો, જુઓ વીડિયો
આજે પોરબંદરમાં પણ ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી કરાઈ છે. જ્યાં દરિયાના મોજા અને કડકડતી ઠંડીમાં મધદરિયે તિરંગો લહેરાવાયો છે. 100 જેટલા સાહસિક યુવાનો અને મહિલાઓએ સમુદ્રમાં તિરંગો લહેરાવી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.
આજે 75મો ગણતંત્ર દિવસ છે.ત્યારે સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીની ઉજવણી કરાઈ રહી છે. આજે પોરબંદરમાં પણ ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી કરાઈ છે.જ્યાં દરિયાના મોજા અને કડકડતી ઠંડીમાં મધદરિયે તિરંગો લહેરાવાયો છે. 100 જેટલા સાહસિક યુવાનો અને મહિલાઓએ સમુદ્રમાં તિરંગો લહેરાવી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.
શ્રી રામ સ્વિમિંગ કલબ દ્રારા દર વર્ષે સમુદ્રમાં તિરંગો લહેરાવવામાં આવે છે.ત્યારે આજે 26 જાન્યુઆરીએ ક્લબના બાળકોથી લઈ વૃદ્ધ લોકો મધદરિયે દેશ ભક્તિના રંગે રંગાયા હતા.આજની પેઢીમાં સ્વાસ્થ્યને લઈને લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી આયોજન કરાયું હતું.
બીજી તરફ આજે જૂનાગઢમાં 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજ ફરકાવ્યો હતો. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત હાજર તમામ લોકોએ ધ્વજવંદન કર્યુ હતુ.
( With Input – Hitesh Thakrar, Porbandar)
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો