ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

| Edited By: | Updated on: Jan 09, 2025 | 7:43 PM

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે, સામાન્ય રીતે, પતંગની દોરીથી ઈજા થવાના કેસ ખૂબ વધી જતા હોય છે. દોરીથી ગળા કપાવવા કે અન્ય પ્રકારે ઈજા થવાના કેસ, અકસ્માત થવાની શકયતાઓને ધ્યાને લઈને EMRI એ આગોતરી તૈયારી કરી દીધી છે.

ઉત્તરાયણ પર્વમાં પડવા, વાગવા, ઈજાગ્રસ્ત થવા જેવા ઈમરજન્સી કેસમાં દર વર્ષે વધારો નોંધાતો હોય છે. પાછલા વર્ષની ઉત્તરાયણની સરખામણીએ આ વર્ષે 30 ટકા ઈમરજન્સી કેસમાં વધારો થવાની સંભાવનાને ધ્યાને રાખીને 108 ઈમરજન્સી સેવા દ્વારા આગોતરુ આયોજન કર્યું છે. જ્યારે 15મી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે ઈમરજન્સી કેસમાં 20 ટકા વધારો થવાની સંભાવના 108 ઈમરજન્સી સેવા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે, સામાન્ય રીતે, પતંગની દોરીથી ઈજા થવાના કેસ ખૂબ વધી જતા હોય છે. દોરીથી ગળા કપાવવા કે અન્ય પ્રકારે ઈજા થવાના કેસ, અકસ્માત થવાની શકયતાઓને ધ્યાને લઈને EMRI એ તૈયારી કરી દીધી છે. સામાન્ય દિવસોમાં દૈનિક 3 હજાર લોકો 108 ની ઇમરજન્સી સેવાની મદદ મેળવે છે.

સૌથી વધુ કોલ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાઓમાથી કોલ્સ વધુ આવતા હોવાનું EMRI એ જણાવ્યું હતુ. આ વર્ષે 33 જિલ્લામાંથી 8 થી 9 જિલ્લાઓમાં ઈમરજન્સીના 20 ટકાથી વધુ કોલ્સ આવવાનો અંદાજ સેવવામાં આવ્યો છે.
ધાબા ઉપરથી પડી જવાના, મારામારીના કેસ, ઇલેક્ટ્રિક તાર સાથેના અકસ્માતને લઇ ઈમરજન્સી મદદ માંગવામાં આવે છે.
રાજ્યભરમાં EMRI ના 800 થી વધુ 108 એમ્બયુલન્સ કાર્યરત છે. ઉત્તરાયણના દિવસે EMRI ને 4 હજાર કોલ આવવાનો અંદાજ છે. ઉત્તરાયણના દિવસે સામાન્ય રીતે વાહન અકસ્માત થવાની શક્યતાઓ વધુ હોય છે.