બોલિવુડથી લઈ હોલિવુડ સુધી ફેમસ મુસ્લિમ કલાકારના ઘરે વાગ્યા ઢોલ મંજીરા, છેડ્યા વાંસળીના સૂર, જુઓ વીડિયો

|

Dec 04, 2023 | 8:22 PM

એ આર રહેમાનના દુબઈના ઘરે હરિનામ સનકિર્તન થતું જોવા મળે છે. આ વીડિયોમાં મંજીરા, ઢોલ અને વાંસળી વગાડતાં ભક્તો જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં એ આર રહેમાન વીડિયો લેતો જોવા મળે છે.

એ આર રહેમાનને તેમના પિતા પાસેથી સંગીત વારસામાં મળ્યું હતું. તેમના પિતા રાજગોપાલ કુલશેખર આર.કે. શેખર મલયાલમ ફિલ્મોના સંગીતકાર હતા. રહેમાને માસ્ટર ધનરાજ પાસેથી સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું. માત્ર 11 વર્ષની ઉંમરે રહેમાને તેના બાળપણના મિત્ર શિવમણિ સાથે રૂટ્સ બેન્ડ માટે કીબોર્ડ (સિન્થેસાઈઝર) વગાડવાનું શરૂ કર્યું. તેણે ઈલૈયારાજાના બેન્ડ માટે પણ કામ કર્યું હતું.

ચેન્નાઈના “નેમેસિસ એવન્યુ” બેન્ડની સ્થાપનાનો શ્રેય રહેમાનને જાય છે. તે કીબોર્ડ, પિયાનો, હાર્મોનિયમ અને ગિટાર પણ વગાડે છે. તે સિન્થેસાઈઝરને કલા અને ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય માને છે. રહેમાન નવ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું અને સંજોગો એટલા ખરાબ થઈ ગયા કે પરિવારે પૈસા કમાવવા માટે રહેમાનના પિતાના સંગીતનાં સાધનો પણ વેચવા પડ્યાં. આ દરમિયાન તેમના પરિવારે ઈસ્લામ ધર્મ અપનાવ્યો.

એ આર રહેમાનના ઘરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એ આર રહેમાનના દુબઈના ઘરે હરિનામ સનકિર્તન થતું જોવા મળે છે. આ વીડિયોમાં મંજીરા, ઢોલ અને વાંસળી વગાડતાં ભક્તો જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં એ આર રહેમાન વીડિયો લેતો જોવા મળે છે. આ સિવાય વીડિયો ક્યા સમયનો છે તેની જાણકારી નથી.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતું નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video