વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ આ નિવેદન, જુનો Video થયો વાયરલ

|

Sep 19, 2024 | 1:53 PM

AAP નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અરવિંદ કેજરીવાલ વકફ બોર્ડને લઇને નિવેદન આપી રહ્યા છે. મત મેળવવાના ચક્કરમાં કેજરીવાલે વક્ફ બોર્ડને લઇને કરેલા નિવેદન આશ્ચર્ય પમાડે તેવા છે.

એક તરફ વકફ બોર્ડને લઇને કેન્દ્ર સરકાર મોટુ પગલુ ભરવા જઈ રહી છે, ત્યાં બીજી તરફ AAP નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અરવિંદ કેજરીવાલ વકફ બોર્ડને લઇને નિવેદન આપી રહ્યા છે. મત મેળવવાના ચક્કરમાં કેજરીવાલે વક્ફ બોર્ડને લઇને કરેલા નિવેદન આશ્ચર્ય પમાડે તેવા છે.

કેન્દ્ર સરકાર વકફ બોર્ડને લઈને મોટું પગલું ભરવા જઈ રહી છે. વકફ બોર્ડ હવે કોઈપણ મિલકતને વકફ મિલકત તરીકે જાહેર કરી શકશે નહીં. મીડિયા અહેવાલ મુજબ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વકફ કાયદામાં 40 ફેરફારો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો વકફ બોર્ડ કોઈ મિલકત પર દાવો કરે તો તેનું વેરિફિકેશન ફરજિયાત રહેશે.

બીજી તરફ અરવિંદ કેજરીવાલનો એક જુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે કોઇ મુસ્લિમ સમાજના કાર્યક્રમમાં હાજર હોય તેવુ જોવા મળી રહ્યુ છે. જો કે આ કાર્યક્રમમાં તેઓ વકફ બોર્ડને લઇને નિવેદન આપે છે. તે કહે છે કે તન,મન, ધનથી કેજરીવાલ અને દિલ્હી સરકાર વકફ બોર્ડની સાથે છે. આવનારા સમયમાં વકફ બોર્ડ પાસે એટલા રુપિયા હશે કે જેની કોઇ મર્યાદા નહીં હોય.

(નોંધ : આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. TV9 ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.)

Next Video