ચોમાસામાં ડાંગના પંપા સરોવરનું સૌંદર્ય ખીલી ઉઠ્યું, જુઓ નયનરમ્ય દ્રશ્ય
ડાંગ : સારા વરસાદના કારણે દક્ષિણ ગુજરાત સ્થિત વનવિસ્તાર ડાંગના પંપા સરોવરનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ શબરીધામ પાસેના સરોવરમાં નવા નીર આવ્યા છે. પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવેલું પંપા સરોવરનું સૌંદર્ય ખીલ્યું છે.

ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મનમૂકીને વરસ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ , નવસારી અને ડાંગ સહીતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું બરાબર જામ્યુ છે. વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન ડાંગની સુંદરતા સોળે કળાએ ખીલી છે. ધુમ્મસ અને ભેજવાળા વાતાવરણના કારણે ડુંગરાળ વિસ્તારોમાં નયનરમ્ય દ્રશ્ય જોવા અને અનુભવવા મળે છે.
આ પણ વાંચો : ડાંગ : ચોમાસુ જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, નાના-મોટા ધોધ સક્રિય થતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો, જુઓ વીડિયો