સુરત : વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં શ્રીરામ જન્મભુમિના ઇતિહાસનું જ્ઞાન પીરસવામાં આવશે, જુઓ વીડિયો

સુરત : વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં શ્રીરામ જન્મભુમિના ઇતિહાસનું જ્ઞાન પીરસવામાં આવશે, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 25, 2024 | 9:42 AM

સુરત : વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં શ્રીરામ જન્મભુમિના ઇતિહાસને લઈ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. વિષયમાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા

સુરત : વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં શ્રીરામ જન્મભુમિના ઇતિહાસને લઈ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. વિષયમાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા જેમાં અયોધ્યા શ્રીરામ જન્મભુમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે.

યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં આ કોર્સ શરૂ કરાશે. 30 કલાકના આ સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન રામના જન્મનો 5 હજાર વર્ષનો ઇતિહાસ, રામ જન્મભુમિ માટે થયેલો વિવાદ, મંદિર માટે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદા અને મંદિર નિર્માણ સહિતની બાબતને કોર્સમાં સમાવી લેવાશે. આ કોર્સમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઇ શકે તે માટે તેની ફી માત્ર 1100 રૂપિયા રાખવામાં આવી છે. ફોરેન લેંગ્વેજમાં જર્મન, સ્પેનિસ, ફ્રેન્ચ તેમજ રશિયન ભાષાનાં સર્ટિફિકેટ કોર્સની રૂપિયા 10,000 ફી નક્કી કરાઈ છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 25, 2024 09:39 AM