KUTCH : BSFની આગેવાનીમાં આર્મી, નેવી, કોસ્ટગાર્ડ અને પોલીસ સહિતની 4 દિવસની સંયુક્ત કવાયત

| Edited By: | Updated on: Nov 22, 2021 | 9:40 AM

સીમા સુરક્ષા દળ( BSF)ના નેજા હેઠળ ચાર દિવસ સુધી વિવિધ એજન્સી સમુદ્રી સુરક્ષા અભિયાનમાં જોડાશે.આ સંયુક્ત અભ્યાસમાં ભારતીય સેના, BSF, નેવી, કોસ્ટગાર્ડ, રાજ્યની પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ ભાગ લેશે.

KUTCH : ગુજરાતમાં કેફી દ્રવ્ય ઘુસાડવાના સીલસીલા અને દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજથી ચાર દિવસીય સંયુક્ત કવાયત શરૂ કરાશે.સીમા સુરક્ષા દળ( BSF)ના નેજા હેઠળ ચાર દિવસ સુધી વિવિધ એજન્સી સમુદ્રી સુરક્ષા અભિયાનમાં જોડાશે..આ સંયુક્ત અભ્યાસમાં ભારતીય સેના, BSF, નેવી, કોસ્ટગાર્ડ, રાજ્યની પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ ભાગ લેશે.ત્રણ દિવસ સુધી તમામ સુરક્ષા એજન્સીઓની બેઠક બાદ આજથી આ કવાયત શરૂ કરાશે.

પાકિસ્તાન તરફથી થતી નાપાક હરકતો વચ્ચે સુરક્ષા એજન્સીઓ દ્વારા મજબૂત સુરક્ષાનું પ્રદર્શન કરવામાં આવશે.આ કવાયતમાં માછીમારોને પણ કોઇ શંકાસ્પદ કે ગેરકાનૂની પ્રવૃત્તિ અથવા રાષ્ટ્રીય સુરક્ષા વિરોધી હીલચાલ કરતી વ્યક્તિ કે પછી બોટ નજરે પડે તો સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સૂચના અપાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મુન્દ્રા બાદ દેવભૂમિ દ્વારકા અને મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સ સહીતના નશાકારક દ્રવ્યો દરિયાઈ માર્ગેથી જ ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યાં હતા.

તો બીજી બાજુ મોરબી ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSએ પોરબંદરમાં ધામા નાખ્યા છે. ગુજરાત ATSએ કાર્યવાહી કરી એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો છે. મોરબી-દ્વારકા ડ્રગ્સ કેસના તાર પોરબંદર સુધી લંબાવાય તેવી શક્યતા છે. શંકાસ્પદ શખ્સની પૂછપરછ બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે. મોરબી ડ્રગ્સ કેસમાં અગાઉ ગુજરાત ATSએ બે ઉપરાંત વધુ ત્રણ એમ કુલ 5 લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, “હું મંત્રી નહી, પણ પોલીસ પરિવારનો સભ્ય છું”

આ પણ વાંચો : AHMEDABAD :જાસપુરમાં આજથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર ‘વિશ્વ ઉમિયાધામ’ના નિર્માણ કાર્યનો પ્રારંભ