આખરે Sarita Gayakwad ના સંઘર્ષનો બે વર્ષે અંત આવ્યો, મેડલ કરતાં પાણી મેળવવા વધુ પરસેવો પાડવો પડ્યો

| Edited By: | Updated on: May 21, 2022 | 1:38 PM

સરિતા ગાયકવાડને ગોલ્ડ મેડલ માટે જેટલો સંઘર્ષ નહીં કરવો પડ્યો હોય તેટલો સંઘર્ષ તેને ઘરે બેઠા પાણીનું જોડાણ મેળવવા કરવો પડ્યો છે. આજથી 2 વર્ષ અગાઉ સરિતાએ એક વીડિયો દ્વારા પાણીના પ્રશ્નની વિકરાળ સ્થિતિ સરકાર સમક્ષ રજૂ કરી હતી.

દેશનું નામ રોશન કરનાર રમતવીરો માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવે છે. રમતવીરો માટે સારી નોકરીથી લઈ આરામદાયક સુવિધાઓ સુધી પ્રોત્સાહન જાહેર કરતા હોય છે પણ દોડવીર સરિતા ગાયકવાડે(Sarita Gayakwad) પાણી માટે મેરેથોન સંઘર્ષ કરવો પડ્યો છે. બે વર્ષના ઇંતેજાર બાદ સરિતાને ઘર આંગણે પાણી મળ્યું છે. આ રમતવીર અત્યારસુધી મેડલ માટે નહિ પણ પાણી માટે પરસેવો પાડતી નજરે પડતી હતી જોકે રજુઆતના બે વર્ષ બાદ સરિતાને નલ કે જલ યોજનાનો લાભ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતા તેના ચહેરા ઉપર સ્મિત છલકાયું છે.

ડુંગરોથી ઘેરાયેલો વિસ્તાર એટલે ડાંગ… આમ તો આ વિસ્તાર ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાય છે પણ ચોમાસા બાદના સમયમાં ઘણા અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પળોજળ શરૂ થાય છે .અહીં પાણીના એક એક ટીંપા માટે લોકોને સંઘર્ષ કરવો પડતો હતો જોકે “નલ સે જલ યોજના” થકી આજે ડાંગમાં પાણીનો પ્રશ્ન ભુતકાળ હવે  બન્યો છે. સ્થાનિકોની દયનિય સ્થિતિમાંથી  રમતવીર સરિતા ગાયકવાડ પણ બાકાત રહી ન હતી.

સરિતા ગાયકવાડને ગોલ્ડ મેડલ માટે જેટલો સંઘર્ષ નહીં કરવો પડ્યો હોય તેટલો સંઘર્ષ તેને ઘરે બેઠા પાણીનું જોડાણ મેળવવા કરવો પડ્યો છે. આજથી 2 વર્ષ અગાઉ સરિતાએ એક વીડિયો દ્વારા પાણીના પ્રશ્નની વિકરાળ સ્થિતિ સરકાર સમક્ષ રજૂ કરી હતી. સરિતાએ પાણીના પ્રશ્નના ઉકેલ માટે તંત્રને વિનંતી કરી હતી.આખરે 2 વર્ષ બાદ તંત્ર સફાળુ જાગ્યું અને સરિતાના ગામમાં “નલ સે જલ યોજના” દ્વારા પાણીનું જોડાણ આપ્યું છે.આજે સરિતા સહિત અનેક પરિવારોની મહિલાઓના સંઘર્ષનો અંત આવ્યો છેજે પહેલા પાણી માટે દર-દર ભટકતી હતી…

ડાંગમાં ભલે વર્ષો બાદ પાણીનો પ્રશ્ન ઉકેલાયો હોય પરંતુ કડવી વાસ્તવિકતા એ પણ છે કે સરિતા જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રમતવીરને પણ જો બે-બે વર્ષ સુધી પાણીના જોડાણ માટે રાહ જોવી પડતી હોય તો સામાન્ય પ્રજાની શું હાલત થતી હશે…?

Published on: May 21, 2022 01:35 PM