માત્ર 50 રુપિયાના રોકાણથી મેળવો 35 લાખનું રિર્ટન, જાણો સરકારની આ મહત્વપૂર્ણ યોજના વિશે

| Updated on: Dec 12, 2024 | 8:10 PM

આ સ્કીમમાં તમે માત્ર 50 રૂપિયાની બચત કરીને 35 લાખ રૂપિયાનું વળતર મેળવી શકો છો. ગ્રામ સુરક્ષા યોજના ગ્રામીણ ટપાલ જીવન વીમા યોજના કાર્યક્રમનો એક ભાગ છે. આ વીમા પોલિસી દેશના ગ્રામીણ લોકો માટે વર્ષ 1995માં શરૂ કરવામાં આવી હતી.

ભારતીય પોસ્ટ ઓફિસ ઘણા પ્રકારની બચત યોજનાઓ ચલાવે છે. પોસ્ટ ઓફિસની યોજનાઓમાં રોકાણ કરીને કરોડો લોકો સારું વળતર મેળવી રહ્યા છે. એટલા માટે લોકો પોસ્ટ ઓફિસની સ્કીમમાં પૈસા રોકે છે. પોસ્ટ ઓફિસમાં નાણાંનું રોકાણ જોખમ રહિત માનવામાં આવે છે. લોકો તેમના નાણાં સુરક્ષિત અને વધુ સારા વળતરવાળી યોજનાઓમાં રોકાણ કરી શકે છે. પોસ્ટ ઓફિસની આવી જ એક યોજના ગ્રામ સુરક્ષા યોજના છે.

આ સ્કીમમાં તમે દરરોજ માત્ર 50 રૂપિયાની બચત કરીને 35 લાખ રૂપિયાનું વળતર મેળવી શકો છો. ગ્રામ સુરક્ષા યોજના ગ્રામીણ ટપાલ જીવન વીમા યોજના કાર્યક્રમનો એક ભાગ છે. આ વીમા પોલિસી દેશના ગ્રામીણ લોકો માટે વર્ષ 1995માં શરૂ કરવામાં આવી હતી. 19 વર્ષથી 55 વર્ષની વચ્ચેના લોકો ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં 10 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. પ્રીમિયમ ચૂકવવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવી શકો છો.

ગ્રામ સુરક્ષા યોજના વિશે આપવામાં આવેલી માહિતી અનુસાર, જો કોઈ વ્યક્તિ આ યોજનામાં દર મહિને 1,515 રૂપિયા એટલે કે દરરોજ માત્ર 50 રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને 35 લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકે છે. જો તમે 19 વર્ષની ઉંમરે ગ્રામ સુરક્ષા યોજના ખરીદો છો, તો 60 વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાથી તમને 34.60 લાખનું વળતર મળશે.