PGP 2024 : જર્મનીના લોકોને ગુજરાતી શીખવનાર ગુજરાતી ગાયક હાર્દિક ચૌહાણ
પ્રવાસી ગુજરાતી પર્વ 2024ના મંચ પરથી હાર્દિક ચૌહાણ કહ્યું કે, જર્મીની જેવા દેશમાં ભારતીય અને તેમાં પણ ગુજરાતી સંગીતને જર્મની વેસ્ટર્ન ક્લાસીકલ સંગીત સાથે જોડ્યા અને જર્મનીઓને પોતાના સંગીતના સુરે નચાવ્યા. જર્મનીનુ વેસ્ટર્ન સંગીત શીખી ગુજરાતી ફોક સાથે મેસઅપ કર્યું.
પ્રવાસી ગુજરાતી પર્વના બીજા સેશનમાં જર્મનીથી આવેલા હાર્દિક ચૌહાણ જોડાયા હતા. તેમણે કહ્યુ કે, જર્મની લોકોએ ક્યારેય ગુજરાતી સાંભળ્યું જ નથી. ગુજરાતી ગાયકી ક્યારેય સાંભળી નથી. ગુજરાતી ગીતોને વિદેશમાં પહોચાડનાર વ્યક્તિ હાર્દીક ચૌહાણ છે. સોલો આર્ટીસ્ટ તરીકે જર્મનીમાં ગીતો ગાઈને ખ્યાતી મેળવી છે. તેમણે કહ્યુ કે, મે જે પહેલી વાર ગુજરાતી ફોક ગાયુ ત્યારે શું ગાયુ ત્યાના લોકોને ખબર ન પડી હતી. લોકોએ મને આવકાર્યો અને કહ્યું હાર્દીક તે જે ગાયુ તે અમારા દિમાગમાં હજુ પણ છે.
આ પણ વાંચો : PGP 2024 : શેમારૂના કેતન મારૂએ પ્રવાસી ગુજરાતી પર્વના મંચ પર કર્યો ખુલાસો, કેવી રીતે પડ્યું કંપનીનું નામ
જર્મીની જેવા દેશમાં ભારતીય અને તેમાં પણ ગુજરાતી સંગીતને જર્મની વેસ્ટર્ન ક્લાસીકલ સંગીત સાથે જોડ્યા અને જર્મનીઓને પોતાના સંગીતના સુરે નચાવ્યા. જર્મનીનુ વેસ્ટર્ન સંગીત શીખી ગુજરાતી ફોક સાથે મેસઅપ કર્યું. જો તમને સંગીત આવડતુ હોય તો તમે દુનિયાની કોઈ પણ ભાષા શિખવી સરળ બની જાય છે. હું સંગીતથી જર્મનીની ભાષા શીખ્યો. મોર બની થનગનાટ કરે ગીત જર્મનીના લોકોને હાર્દીકે 45 મીનીટમાં શીખવ્યું.