Valsad Rain : વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો, વરસાદ પડતા અનેક વિસ્તારમાં વીજ પ્રવાહ ખોરવાયો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 13, 2024 | 1:42 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાગડાવડા, ભાગડાખુદ, કોસંબા, ગુંદલાવ, પારનેરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો.

Gujarat Weather News :  ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરુ કરી દીધી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે. અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

વલસાડ જિલ્લાના  ભાગડાવડા, ભાગડાખુદ, કોસંબા, ગુંદલાવ, પારનેરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં અવિરત મેઘ મહેર થઇ રહી છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. જો કે બીજી તરફ વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. 14 જૂને પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ સંભાવના છે. તેમજ 15 જૂને સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો