વડોદરા: અલકાપુરીમાં આવેલી સ્ટર્લિંગ સેન્ટર બિલ્ડિંગમાં આગ લાગી, અફરા તફરીનો માહોલ સર્જાયો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 12, 2023 | 12:40 PM

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં સ્ટર્લિંગ સેન્ટર બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની છે. આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે.

વડોદરામાં અલકાપુરીમાં આવેલા સ્ટર્લિંગ સેન્ટર બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. DSSG કંપનીની ઓફિસમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આગ લાગવાની ઘટનાના પગલે અલકાપુરી વિસ્તારમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ફાયર આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા તેમની ટીમ તાતિકાલિક સ્થળ પર પહોંચી છે.

આ પણ વાંચો-ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારને 1 વર્ષ પૂર્ણ, વિકાસની ભરમાર આપ્યા બાદ 2024માં 26 બેઠક પર હેટ્રિક સર્જવાનો પડકાર

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં સ્ટર્લિંગ સેન્ટર બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની છે. આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. આગ લાગવાનું કોઇ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. જો કે આગ લાગવાની ઘટનાથી મોટુ નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો