આજનું હવામાન : ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના, જુઓ Video

| Updated on: Jan 21, 2025 | 7:59 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર 2 બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી ઘટે તેવી આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 2 બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી ઘટે તેવી આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટે તેવી શક્યતા છે. દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાવાથી તાપમાનમાં વધારો થયો છે.

માવઠાની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીથી રાહત મળી શકે છે. રાજ્યમાં 22 જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. રાજ્યના અનેક ભાગોમાં 22, 23 અને 24 તારીખે વાદળો છવાય તેવી સંભાવના છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવવાની સંભાવના છે. હવામાનની વિપરિત અસરથી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે.

રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મોરબી, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.