પોરબંદરની મુલાકાતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, ભારે વરસાદની પરિસ્થિતિની કરી સમીક્ષા, જુઓ વીડિયો
પ્રધાન માંડવિયાએ પોરબંદર પહોંચીને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જ્યાં તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મતવિસ્તારમાં અવિરત વરસાદને લઈ અસરગ્રસ્તોની સાથે પણ મુલાકાત કરવા પણ માંડવિયા પહોંચશે.
કેન્દ્રીય શ્રમ પ્રધાન અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા મતવિસ્તારમાં ભારે વરસાદને લઈ મુલાકાતે પહોંચ્યાં છે. પ્રધાન માંડવિયાએ પોરબંદર પહોંચીને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જ્યાં તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભારે વરસાદને લઈ જે વિસ્તારમાં વધારે વરસાદ વરસ્યો છે, જેને લઈ શું એક્શન હાલમાં લેવાઈ રહ્યા છે. સ્થાનિકોને રાહત ઝડપથી પહોંચે એ માટે થઈને ત્વરીત પગલા ભરવા માટે અધિકારીઓ સાથે ચર્ચા કરીને સૂચનાઓ કરી હતી. સાથે જ બેઠકમાં તંત્રની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મતવિસ્તારમાં અવિરત વરસાદને લઈ અસરગ્રસ્તોની સાથે પણ મુલાકાત કરવામાં આવશે.
આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો
Published on: Jul 20, 2024 04:15 PM