કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી,અધિકારીઓ સાથે કરી બેઠક, જુઓ Video
કચ્છના લખપતના અબડાસામાં ભેદી બિમારી વકરતા તંત્ર એકશનમાં આવ્યુ છે. રોગાચાળાની સમીક્ષા માટે પ્રભારી સચિવ કચ્છની મુલાકાત લીધી છે. આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલે આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજી હતી. કલેકટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી છે.
કચ્છના લખપતના અબડાસામાં ભેદી બિમારી વકરતા તંત્ર એકશનમાં આવ્યુ છે. રોગાચાળાની સમીક્ષા માટે પ્રભારી સચિવ કચ્છની મુલાકાત લીધી છે. આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલે આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજી હતી. કલેકટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી છે. આરોગ્ય વિભાગે શંકાસ્પદ તાવના કેસની કામગીરી અંગે વિગતો આપી છે. જિલ્લાના તમામ ડોકટરો અને હોસ્પિટલોને ટ્રીટમેન્ટ પ્રોટોકલ આપવામાં આવશે.
બીજી તરફ આ અગાઉ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પ્રર્વતમાન સ્થિતિઅંગે માહિતી આપી હતી. તાવના 48 કેસ સામે આવ્યા હતા. તેમજ 10 દિવસમાં 16 લોકોના શંકાસ્પદ બીમારીથી મોત થયા હોવાનું આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ. ભુજની અદાણી હોસ્પિટલમાં વધારાના 100 બેડની સગવડ કરાઇ છે. 7 ગામો અસરગ્રસ્ત છે ત્યાં સર્વેલન્સમાં ટીમો રહેશે. 108ની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. તમામ સારવાર નિઃશુલ્ક અપાવામાં આવશે. અન્ય જિલ્લામાંથી 50 તબીબોની ટીમ તૈનાત કરાઇ છે.