Mehsana: ગરબામાંથી ઘરે આવેલી 22 વર્ષની શિક્ષિકાનુ હાર્ટએટેકથી મોત, સુરત અને પાદરામાં પણ યુવાને જીવ ગુમાવ્યો, જુઓ Video

|

Oct 15, 2023 | 4:09 PM

મહેસાણા જિલ્લાના દેદીયાસણ ગામની એક યુવતી હાર્ટએટેકને લઈ મોતને ભેટી છે. 22 વર્ષિય શિક્ષિકા રાત્રીના દરમિયાન ગરબા રમીને આવી હતી અને તે મોતને ભેટી હતી. યુવતી રાત્રી દરમિયાન શાળામાં આયોજીત ગરબાના કાર્યક્રમમાં હિસ્સો લઈને ઘરે પરત ફરી હતી અને બાદમાં અસ્વસ્થતા અનુભવવા લાગી અને તે મૃત્યુ પામી હતી. 22 વર્ષિય યુવતીએ ગરબા ગાયા બાદ મોતને ભેટવાને લઈ ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો, રવિવારથી નવરાત્રીની શરુઆત થનારી છે.

યુવાનો માટે હવે સાયલન્ટ કીલર ચિંતા સતાવવા લાગ્યો છે. ઉત્તર ગુજરાતમાં વધુ એક યુવતીએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે હાર્ટ એટેકથી મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે, તેમાં યુવાન વયના લોકો જીવ ગુમાવી રહ્યા છે. મહેસાણા જિલ્લાના દેદીયાસણ ગામની એક યુવતી હાર્ટએટેકને લઈ મોતને ભેટી છે. 22 વર્ષિય શિક્ષિકા રાત્રીના દરમિયાન ગરબા રમીને આવી હતી અને તે મોતને ભેટી હતી. યુવતી રાત્રી દરમિયાન શાળામાં આયોજીત ગરબાના કાર્યક્રમમાં હિસ્સો લઈને ઘરે પરત ફરી હતી અને બાદમાં અસ્વસ્થતા અનુભવવા લાગી અને તે મૃત્યુ પામી હતી.

આ પણ વાંચોઃ Gujarat Video: નવરાત્રીના તહેવારોમાં બાઉન્સર અને સિક્યુરિટીની વધી માંગ, ગરબા આયોજકોએ સલામતી પર મુક્યો ભાર

22 વર્ષિય યુવતીએ ગરબા ગાયા બાદ મોતને ભેટવાને લઈ ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો, રવિવારથી નવરાત્રીની શરુઆત થનારી છે. આ પહેલા જ યુવતી ગરબા ગાયા બાદ ઘરે આવીને મોતને ભેટવાના સમાચારને લઈ ચિંતા વ્યાપી છે. જોકે બીજી તરફ ગરબાના આયોજનોમાં મેડીકલ ટીમોને તૈનાત રાખવાનુ રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. સુરતના 28 વર્ષના યુવકનુ મોત નિપજ્યાનુ સામે આવ્યુ હતુ. વડોદરાના પાદરામાં એક યુવક મોતને ભેટ્યો હતો. આમ પ્રથમ નોરતે હાર્ટએટેકથી મોતની ઘટના નોંધાઈ છે.

 

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:09 pm, Sun, 15 October 23

Next Video