Surat : રાંદેરમાં JCBમાં લાગી અચાનક આગ, સદનસીબે જાનહાનિ નહી, જુઓ ભડભડ સળગતા JCBનો Video
સુરતના રાંદેર સ્થિત ભાણકી સ્ટેડીયમ પાસે એક JCBમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે JCBમાં અચાનક આગ લાગી હતી. સ્થાનિકો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરવામાં આવી હતી.
રાજ્યમાં અવાર નવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના રાંદેર સ્થિત ભાણકી સ્ટેડીયમ પાસે એક JCBમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે JCBમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ સ્થાનિકો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કોશિશ ચાલુ કરવામાં આવી હતી. પરંતુ આગ કાબૂ મેળવવામાં સ્થાનિકો નિષ્ફળ ગયા હતા.
આ પણ વાંચો : Surat : અલથાણ પોલીસે વૃદ્ધની દુકાન પચાવી પાડનાર 3 આરોપીને જેલના સળિયા ગણતા કરી દીધા, ફરિયાદીને દુકાન પરત અપાવી
સ્થાનિકો દ્વારા તાત્કાલીક ધોરણે મોરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. મોરા ફાયર વિભાગની ટીમે તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર JCBમાં આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ છે. જો કે સદનસીબે દૂર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગી
તો બીજી તરફ આજે અંકલેશ્વરમાં ફરી એકવાર સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. નોબલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગે આસપાસના ગોડાઉનોને પણ ઝપેટમાં લીધા હતા. પળભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાના પગલે કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા 2 કિમિ દૂરથી નજરે પડતા હતા. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવતા, તાત્કાલિક ફાયર ટેન્ડર આગને કાબુમાં લીધી છે. સવારે 10.45 વાગ્યાના અરસામાં આ આગ વિકરાળ સ્વરૂપમાં નજરે પડતી હતી. જેના ઉપર કાબુ મેળવવા ફાયરબ્રિગેડના કર્મચારીઓ ઝઝૂમતા નજરે પડતા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…