Mehsana : લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા ! ફૂડ વિભાગે લીધેલા જીરાના નમૂનામાંથી મળ્યો સ્ટોન પાવડર, જુઓ Video

| Edited By: | Updated on: Dec 19, 2024 | 12:19 PM

મહેસાણામાં ફૂડ વિભાગ લીધેલા જીરાના નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. જીરાના નમૂનામાંથી સ્ટોન પાઉડર મળી આવ્યો છે. પટેલ ભાર્ગવ પી.ના જીરાના નમૂનામાંથી સ્ટોન પાઉડર મળી આવ્યો હતો.

મહેસાણામાં ફૂડ વિભાગ લીધેલા જીરાના નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. જીરાના નમૂનામાંથી સ્ટોન પાઉડર મળી આવ્યો છે. પટેલ ભાર્ગવ પી.ના જીરાના નમૂનામાંથી સ્ટોન પાઉડર મળી આવ્યો હતો. પટેલ ભાર્ગવ પી,ના જીરાના નમૂનાના હજુ 2 રિપોર્ટ બાકી છે. ફૂડ વિભાગ દ્વારા 16 ઓક્ટોબર 2024ના રોજ નમૂના લેવાયા હતા. ઊંઝાના ઉમા એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાંથી લીધેલા વરિયાળીના નમૂના પણ ફેલ થઈ ગયા છે.

જીરામાંથી મળ્યો સ્ટોન પાવડર !

મહેસાણા ફૂડ વિભાગે કરેલા કેસમાં ફોજદારી ગુનો દાખલ થયો છે. અન્ય ત્રણ ફેકટરી માલિકો સામે પણ કેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ફૂડ વિભાગની ટીમે પહેલી જ વાર ઊંઝા કોર્ટમાં 2 કેસ દાખલ કર્યા છે. જીરું અને વરિયાળીના નમૂના ફેલ થતા બંન્ને ફેક્ટરી માલિકો સામે ગુનો નોંધાયો છે. જ્યારે અન્ય ત્રણ ફેક્ટરી માલિકો સામે પણ આવી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે.