Rajkot: જલારામ જયંતિ પહેલા યાત્રાધામ વિરપુરમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, દુકાનદારોમાં જોવા મળ્યો ફફડાટ

| Edited By: | Updated on: Oct 14, 2022 | 9:58 PM

Rajkot: જલારામ જયંતિ પહેલા યાત્રાધામ વિરપુરમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં વિરપુરમાં મેઈન બજારમાં પ્રસાદ વેચતી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. ચેકિંગને પગલે દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો.

રાજકોટ (Rajkot) જિલ્લામાં આવેલ જલારામ બાપાના ધામ વિરપુરમાં આરોગ્ય વિભાગ સક્રિય જોવા મળી રહ્યુ છે. જલારામ જયંતિ (Jalaram Jayanti) પહેલા યાત્રાધામ વિરપુરમાં આરોગ્ય વિભાગ (Health Departmet) સક્રિય જોવા મળી રહ્યું છે. જલારામ જયંતિમાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શને આવતા હોય છે. આ સમય દરમિયાન મોટી માત્રામાં પ્રસાદનું વેચાણ થતુ હોય છે. ત્યારે ભક્તોના સ્વાસ્થ્યને ધ્યાને લઈને આરોગ્ય વિભાગે વિરપુર મેઈન બજારમાં પ્રસાદ વેચતી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતુ. આરોગ્ય વિભાગે પેંડા, મીઠાઈ સહિતના વિવિધ પ્રસાદના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલ્યા છે. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરશે.

ચેકિંગને પગલે કેટલાક દુકાનદારો દુકાનો બંધ કરીને ભાગ્યા

ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગના ચેકિંગથી પ્રસાદ વેચતા દુકાનદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને ચેકિંગ દરમિયાન કેટલાક દુકાનદારો દુકાન બંધ કરીને ફરાર પણ થઈ ગયા હતા. જલારામ જયંતિ નજીક છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મોટુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં મંદિરની આસપાસ આવેલી દુકાનોમાંથી પેંડા અને અન્ય મીઠાઈઓનું પ્રસાદ તરીકે વેચાણ થાય છે. જેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે હેતુથી આરોગ્ય વિભાગે આજે વિરપુર જલારામ ધામની જે પણ મીઠાઈ વેચતી દુકાનો છે ત્યાં દરોડા કર્યા હતા. અચાનક ચેકિંગ માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ ત્રાટક્તા કેટલાક વેપારીો દુકાનો બંધ કરીને ફરાર થઈ ગયા હતા. જલારામ જયંતિએ વિરપુરમાં હજારો ભક્તો આવતા હોવાથી આ પ્રકારની કાર્યવાહી પણ જરૂરી બની જાય છે.