Kheda Video : વરસાદ બાદ રોગચાળાએ ઉંચક્યું માથું ! છેલ્લા 14 દિવસમાં 4 હજારથી વધુ તાવના કેસ નોંધાયા

|

Oct 15, 2024 | 4:37 PM

ગુજરાતમાં બેવડી ઋતુઓના પગલે રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે ખેડામાં છેલ્લા 14 દિવસમાં તાવના 4 હજાર 361 કેસ નોંધાયા છે. શરદી, ખાંસીના કુલ 3 હજાર 251 કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં બેવડી ઋતુઓના પગલે રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે ખેડામાં છેલ્લા 14 દિવસમાં તાવના 4 હજાર 361 કેસ નોંધાયા છે. શરદી, ખાંસીના કુલ 3 હજાર 251 કેસ સામે આવ્યા છે. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. અનેક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધી 12 હજાર 305 ક્લોરી ટેબ્લેટનું વિતરણ કરાયું છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા પાઈપલાઈનમાં 7 લીકેજ રિપેર કરવવામાં આવ્યા છે.

જામનગરમાં વકર્યો રોગચાળો !

બીજી તરફ જામનગરના પણ રોગચાળો વકર્યો છે. જામનગરના જી.જી હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં ખાસ તો તાવ, શરદી અને વાયરલ ઈન્ફેક્શનની ફરિયાદ વધુ જોવા મળે છે. ઓક્ટોબર માસની વાત કરીએ તો અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 250 કેસ સામે આવ્યા છે. રોજ ડેન્ગ્યુના 25 થી 30 કેસ નોંધાય છે. તો 200 જેટલાં તાવના કેસ સામે આવે છે. ઓપીડી માટે આવનારા લોકોમાંથી 20 ટકાને દાખલ કરવા પડે તેવી સ્થિતિ છે.

Next Video