Monsoon 2024: ગુજરાત પર એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, સુરત, ભરૂચમાં રેડ એલર્ટ, 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 03, 2024 | 3:19 PM

હાલ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જો કે હજુ પણ દક્ષિણ ગુજરાતને મૂશળધાર વરસાદની કોઇ રાહત મળવાની શકયતાઓ નથી.

ગુજરાત પર હાલ એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી કલાકો આ મજબૂત વરસાદી સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર માટે પણ આગામી 48 કલાક ખુબ જ ભારે છે. સૌરાષ્ટ્ર માટે હવામન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાંચથી 7 ઇંચ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાત તરફ આવતી સિસ્ટમ

ઇસ્ટ વિદર્ભથી એક લો પ્રેશર સિસ્ટમ વેસ્ટ વિદર્ભમાં આવી છે.બીજી એક સિસ્ટમ સીએર ઝોનમાં છે. એક સાયક્લોનીક સરકયુલેશન સૌરાષ્ટ્ર કચ્છ પર છે.બીજુ એક ઓફસોર ટ્રફ છે. આમ ગુજરાત પર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે.

અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ

હાલ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જો કે હજુ પણ દક્ષિણ ગુજરાતને મૂશળધાર વરસાદની કોઇ રાહત મળવાની શકયતાઓ નથી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ખુબ જ ભારે રહેશે. દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એટલે આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે.

Published on: Sep 03, 2024 03:07 PM