રાજકારણીઓ માટે શીખ : ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી- Video
5 સપ્ટેમ્બરના રોજ જામનગર 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાનો જન્મદિવસ તેમણે અનોખી રીતે ઉજવ્યો. બાળકો દીકરીઓ, વૃદ્ધો તમામને સેવા પહોંચે તેવા કાર્યો કરી અનોખી ઉજવણી કરી હતી.
જામનગર 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ સમાજ સેવા સાથે જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી.
રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા ભાજપના ધારાસભ્ય પદ પર રહીને અત્યાર સુધી અનેક લોક ઉપયોગી કામો કર્યા છે. ત્યારે વધુ એક વર રિવાબાએ પોતાના જન્મદિવસને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો હતો અને આ તેમણે કરીને બતાવ્યું.
5 સપ્ટેમ્બર રિવાબાએ જન્મદિવસ નિમિતે કરેલ સેવાકીય કાર્યો
- 11 નવપરિણીત દીકરીઓને સ્વ ખર્ચે રિવાબાએ કરીયાવાર આપ્યો
- 112 બાળકોને શિક્ષણની જવાબદારી સ્વીકારી દત્તક લેવાયા
- 11 ભાવી ક્રિકેટરોને ક્રિકેટની કીટ સ્વખર્ચે આપવામાં આવી
- ICU એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયુ.
- અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત બુથ પ્રમુખો અને વોર્ડ પ્રમુખોને ₹10 લાખનો વીમો પ્રદાન કરવામાં આવ્યો.
- વોર્ડ 02 સ્થિતિ મચ્છરનગર ખાતે લાઈબ્રેરી કમ રીડિંગ રૂમ તથા સીવણ ક્લાસનું ખાતમુહૂર્ત.
રિવાબા જાડેજાએ તેમના જન્મદિવસ નિમિતે એક થી અનેક સેવાકીય કાર્ય કરી જન્મદિવસની ઉજવણી કરી. જે અન્ય રાજકારીઓ માટે પણ શિખ લેવા જેવી છે.
(ઈનપુટ – દિવ્યેશ વાયડા, જામનગર)