Gujarati video : યુવતીના બીભત્સ વીડિયો વાયરલ કરનાર ઝડપાયો, વલસાડ સાયબર ક્રાઈમે યુવકની મુંબઈથી ધરપકડ કરી

| Edited By: | Updated on: May 10, 2023 | 2:55 PM

Valsad News : વીડિયો કોલના માધ્યમથી યુવકે બનાવ્યો યુવતીનો બીભત્સ વીડિયો બનાવ્યો હતો. મળતી માહિતી મુજબ યુવક પરણીત હોવા છતાં યુવતીને લગ્ન કરવા દબાણ કરતો હતો.

વલસાડમાં યુવતીના બીભત્સ વીડિયો વાયરલ કરનાર યુવકને સાયબર ક્રાઈમે ઝડપી લીધો છે. વલસાડ (Valsad) સાયબર ક્રાઈમે યુવકની મુંબઈથી ધરપકડ કરી છે. વીડિયો કોલના માધ્યમથી યુવકે બનાવ્યો યુવતીનો બીભત્સ વીડિયો બનાવ્યો હતો. મળતી માહિતી મુજબ યુવક પરણીત હોવા છતાં યુવતીને લગ્ન કરવા દબાણ કરતો હતો.

જો કે યુવક પરણીત હોવાની જાણ થતા યુવતીએ તેની સાથેનો સંબંધ તોડી નાંખ્યો હતો. જો કે બાદમાં યુવક બીભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતીને ધમકી આપતો હતો અને તેની પાસેથી રૂપિયા પડાવતો હતો. ત્યારે આરોપીની વલસાડ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.

આ પણ વાંચો-Surat : પુણાના કેમિસ્ટ પાસે 1.5 લાખની ખંડણી માગનારા તોડબાજ કોન્સ્ટેબલ સહિત 3 શખ્સની ધરપકડ, જુઓ Video

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…