ભાવનગરમાં 2 દિવસમાં 413 પોઝિટિવ કેસ, જોકે 100 ટકા રસીકરણમાં જિલ્લો પ્રથમ

|

Aug 19, 2022 | 9:41 AM

ભાવનગર (Bhavnagar) જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસના (Lumpy virus) કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં જ નવા 413 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં (Gujarat) લમ્પી વાયરસનો (Lumpy virus) કેર યથાવત છે. અત્યાર સુધીમાં 23થી વધુ જિલ્લામાં લમ્પી વાયરસ પહોંચી ચુક્યો છે. લમ્પી વાયરસના સૌથી વધુ કેસ કચ્છ જિલ્લામાં નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં પણ લમ્પી વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. ભાવનગર (Bhavnagar), રાજકોટ, બનાસકાંઠામાં લમ્પી વાયરસના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે લમ્પી વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પશુઓના વેકસીનેશન (Vaccination), દવાઓના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

2 દિવસમાં 413 પોઝિટિવ કેસ

ભાવનગર જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં જ નવા 413 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અત્યારસુધી જિલ્લામાં લમ્પી વાયરસના 2 હજાર 576 કેસ નોંધાયા છે અને 255 પશુઓ લમ્પી વાયરસથી મોતને ભેટ્યા છે. તો તંત્ર દ્વારા 2 લાખ 27 હજાર 387 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં 100 ટકા રસીકરણ કરાયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 100 ટકા રસીકરણ પૂર્ણ કરનારા જિલ્લાઓમાં ભાવનગર જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે.

લમ્પી વાયરસ જન્ય રોગ

લમ્પી સ્કીન ડીસીઝ (Skin disease)એ એક વાયરસ જન્ય રોગ છે. જે મચ્છર, માખી,જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના લક્ષણોમાં મુખ્ય રીતે પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાક માંથી પ્રવાહી આવે, મોઢામાંથી લાળ પડે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુનું દૂધ ઉત્પાદન ઘટે, ખાવાનુ બંધ કરે કે ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઇ જાય અને પશુનુ મૃત્યુ પણ થઈ શકે છે.

Next Video