Bjp Candidate List : સુરતમાં ભાજપે કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશને પડતા મુકીને નવા ચહેરા તરીકે ચૂંટણી જંગમાં ઉતારેલા મુકેશ દલાલ કોણ ?

| Updated on: Mar 13, 2024 | 11:27 PM

લોકસભા 2024 ની ચુંટણી માટે ભાજપે બીજી યાદી જાહેર કરી છે. મહત્વનું છે કે આ બેઠક પર ભાજપે સુરતના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપી તેમના સ્થાને મુકેશ દલાલને ટિકિટ આપી છે.

ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 7 નામોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપની આ બીજી યાદીમાં મોટા ફેરફાર છે સામે આવ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં સુરત બેઠક પર સાંસદ દર્શનાબેન જરદોશની ટિકિટ કપાઈ છે. ઉલ્લેખનિય છે કે સાંસદ દર્શનાબેન જરદોશના સ્થાને ભાજપે મુકેશ દલાલને ટિકિટ આપી છે.

મુકેશ દલાલની ભાજપ સાથેની કામગીરીની વાત કરવામાં આવે તો, સુરત શહેર ભાજપ મહામંત્રી તરીકે ફરજ બજાવી, સ્ટેન્ડીંગ કમિટી માજી ચેરમેન સુરત મ્યુ.કોર્પોરેશન, જેવા હોદાઓ ભોગવ્યા છે.

આ સાથે અન્ય બેઠકની વાત કરવામાં આવે તો આ પહેલા ભાજપે બીજી માર્ચે ગુજરાતના 15 ઉમેદવારો સહિત કુલ 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું નામ જાહેર કરાયું હતું.

 

Published on: Mar 13, 2024 07:47 PM