ખ્યાતિકાંડ બાદ ખેડામાં PM-JAY હેઠળ આવતી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની સ્પેશિયલ ડ્રાઈવ, નાણાકીય ગેરરીતિ જણાશે તો કરાશે FIR, જુઓ Video

| Edited By: | Updated on: Nov 29, 2024 | 8:36 AM

ખ્યાતિ હોસ્પિટલના કાંડ પડઘા ગુજરાતભરમાં પડ્યાં છે.જેના પગેલ ખેડા આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવાઈ છે. ખેડા જિલ્લામાં PMJY હેઠળ આવતી 16 હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ખ્યાતિ હોસ્પિટલના કાંડ પડઘા ગુજરાતભરમાં પડ્યાં છે.જેના પગેલ ખેડા આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવાઈ છે. ખેડા જિલ્લામાં PMJY હેઠળ આવતી 16 હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાંથી ત્રણ હોસ્પિટલમાં ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. ખેડાની 13 હોસ્પિટલમાં હાલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. એક ટીમમાં એક ડોક્ટર અને ત્રણ આરોગ્ય વિભાગના કર્મચારી મળી કુલ 4 લોકોનો સમવાશે કરવામાં આવ્યો છે.

નાણાકીય ગેરરીતિ જણાશે તો FIR કરાશે !

PM-JAY માં ખેડા જિલ્લામાં કુલ 8000 ક્લેમ થયેલા છે. આરોગ્ય વિભાગ દ્વારા રેકોર્ડ, સુવિધા ઑપરેશન થીએટર, વોર્ડ અંગે ચકાસણી કરવામાં આવી રહી છે. એક દિવસમાં 2 કરતા વધારે ઑપરેશન થયા હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી છે. જો કોઈ પણ PM-JAY હેઠળ આવતી હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિ જણાશે તો FIR સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતની 7 હોસ્પિટલને કરાઈ હતી સસ્પેન્ડ

ખ્યાતિ હોસ્પિટલ કાંડની ઘટના બની ત્યારે સરકાર દ્વારા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માટે નવી SOP બનાવવામાં આવી હતી. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી. જેમાં ગીર સોમનાથની જીવન જ્યોત હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.

આ સાથે અમદાવાદમાં નારીત્વ, ટનિંગ પોઈન્ટ હેલ્થ કેર અને શિવ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટમાં નિહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત અને વડોદરાની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.