રાજ્યમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ગીર સોમનાથના કોડીનારના મુળ દ્વારકા ગામે દારુના અડ્ડા પર જનતા રેડ પડી હતી. જ્યાં ગામની મહિલાઓએ દારુના અડ્ડા પર રેડ પાડી દારુ જપ્ત કર્યો હતો. સતત બે દિવસ જનતા રેડ દરમિયાન મોટી માત્રામાં દારુ ઝડપાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ગામમાંથી દારુની બદી દૂર કરવા મહિલાઓએ તંત્રને પત્ર પણ લખ્યો છે. ગામમાં બુટલેગરો બેફામ બન્યા હોવાનો મહિલાઓનો દાવો છે. જો સત્વરે કાર્યવાહી નહીં કરાય તો આકરા પગલાં લેવાની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે. ગામમાં કે ગામની સીમમાં પણ દારુ ન આવવો જોઈએ તેવી મહિલાઓની માગ છે.
બીજી તરફ આ અગાઉ મહેસાણામાં વિસનગરના બાસણામાં મહિલાઓની જનતા રેડ પાડી હતી. દેશી દારુના અડ્ડા પર મહિલાઓએ રેડ પાડી હતી. મહિલાઓની રેડ બાદ પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી.