જામનગરના મેળામાં યુવાનો વચ્ચે થઈ ફરી થઈ છુટ્ટા હાથની મારામારી, લાકડીઓ સાથે તૂટી પડ્યા- જુઓ Video
જામનગરમાં મેળાનો માહોલ હિંસામાં પરિણમ્યો હતો. કોઈ બાબતે બોલાચાલી થતા યુવકોના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. પોલીસ કે સુરક્ષાના કોઈ જવાનો ન હોવાથી યુવકો બેફામ બન્યા અને કોઈ બાબતે મારામારી પર ઉતરી આવ્યા હતા.
જામનગરમાં પ્રદર્શન મેદાનમાં આયોજિત શ્રાવણી મેળામાં જાહેરમાં મારામારીના દૃશ્યો સામે આવ્યા.કોઈ બાબતે બોલાચાલી બાદ યુવકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. લાકડીઓ લઈને એકબીજા પર યુવકો તૂટી પડ્યા હતા. મનોરંજનના સ્થળે મારામારીની ઘટના બનતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. આટલા મોટા જાહેર સ્થળે આટલા મોટા પાયે આયોજન થયેલુ હોય જ્યાં મોટી સંખ્યામાં લોકો બાળકો સાથે આવતા હોય તેવા સ્થળે પોલીસ કે કોઈ સુરક્ષા જવાનો જોવા મળ્યા ન હતા. મારામારીની ઘટનાને પગલે મેળો માણવા આવેલા લોકો ત્યાંથી વિખેરાવા લાગ્યા હતા. રાત્રિના સમયે આ ઘટના બની હતી.
પ્રદર્શન મેદાનમાં આ અગાઉ પણ આ પ્રકારના મારામારીના દૃશ્યો સામે આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને મારામારી કરી વાતાવરણ ડહોળનારા તત્વોની અટકાયત કરવામાં આવી હતી. જો કે સતત બીજા દિવસે પણ આ જ પ્રકારે મારામારીની ઘટના સામે આવી. એ સમયે ત્યાં કોઈ પોલીસકર્મી હાજર ન હતા. મનોરંજન મેળામાં યુવાનોનો આ મારામારી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.
Input Credit- Divyesh Vayeda- Jamnagar
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો