કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેમજ બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર્શન કરશે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અત્યાધુનિક નવનિર્મિત 1100 રૂમના યાત્રિક ભુવનનું ઉદ્ઘાટન કરશે. તેમજ અમિત શાહ સભાને સંબોધન કરી મારુતિ યજ્ઞમાં જોડાશે. ત્યાર બાદ BAPS સ્વામિનારાયણ મંદિરે પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદિરમાં દર્શન કરશે.
સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કરશે. 500 AC અને 300 નોન AC રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમની વ્યવસ્થા છે. આ ઉપરાંત બિલ્ડિંગમાં 400 AC રૂમ દીઠ ભાડુ 1500 રૂપિયા અને 300 નોન AC રૂમ 600 રૂપિયા છે. આ ઉપરાંત સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ થી વધુના ખર્ચે યાત્રિક ભવન તૈયાર કરવામાં આવ્યું છે. બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.