કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બોટાદમાં સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન, યાત્રિક ભવનનું કર્યું લોકાર્પણ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 31, 2024 | 2:00 PM

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે સાળંગપુરમાં અત્યાધુનિક નવનિર્મિત 1100 રૂમના યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું. ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનને ₹200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યુ છે. સાળંગપુરમાં રોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય છે. તેમને સુવિધાઓ મળી રહે તે માટે આ ભવન તૈયાર કરાયુ છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. તેમણે બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની મુલાકાત લીધી. જ્યાં તેમણે કાળી ચૌદસની ઉજવણીમાં હાજરી આપી. તેમણે કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા. સાથે જ યાત્રિક ભવનનું લોકાર્પણ પણ કર્યુ.

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે સાળંગપુરમાં અત્યાધુનિક નવનિર્મિત 1100 રૂમના યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું. ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનને ₹200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યુ છે. સાળંગપુરમાં રોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય છે. તેમને સુવિધાઓ મળી રહે તે માટે આ ભવન તૈયાર કરાયુ છે. ભવ્ય યાત્રિક ભવન 9 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે.

સમગ્ર ભારતના યાત્રાધામોમાં સાળંગપુરનું આ યાત્રિક ભવન એ સૌથી વિશાળ યાત્રિક ભવન મનાઈ રહ્યું છે. તેની વિશેષતા એ છે કે તે ઈકો ફ્રેન્ડલી છે. એટલે કે સોલાર પાવરની મદદથી જ આખું યાત્રિક ભવન ચાલશે.

ભવ્ય યાત્રિક ભવન

યાત્રિક ભવન₹ 200 કરોડના ખર્ચે તૈયાર થયું છે. 9,00,000 સ્કવેર ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યુ છે. વિશાળ યાત્રિક ભવનમાં 1100 રૂમ છે. 500 AC રૂમ, 300 નોન AC રૂમ,100 સ્ટાફ રૂમ છે. 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. AC રૂમનું ભાડું ₹1500, નોન AC રૂમનું ભાડું ₹600 રાખવામાં આવ્યુ છે.