ચાંદ પર પણ જલ્દી જોવા મળશે ગુજરાતી, ક્રિકેટર ઈરફાન પઠાણે કેમ કહી આ વાત, જુઓ વીડિયો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર ઈરફાન પઠાણ પ્રવાસી ગુજરાતી પર્વમાં ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ન્યુઝીલેન્ડના ક્રિકેટર દિપક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રંસગે બન્ને ક્રિકેટરોએ તેમના સંઘર્ષની વાત કરી હતી. તમને જણાવી દઈએ તો દિપક પટેલ પણ ગુજરાતી છે. પ્રસંગની શરુઆત કરતા જ ક્રિકેટર ઈરફાન પઠાણે કહ્યું હતુ કે જ્યાં જશો ત્યાં ગુજરાતી જોવા મળશે. ત્યારે ચાંદ પર પણ જલ્દી એક ગુજરાતી જોવા મળે તો નવાઈ નહીં.

વડોદરા જેવા એ સમયના નાના શહેરમાંથી ક્રિકેટ રમવા માટે હું રમવા ગયો અને તે બાદ માત્ર હું જ નહી પણ મારો ભાઈ પણ ટીમ ઈન્ડિયા માટે રમ્યા. આ બાાદ ઈરફાન પઠાણે તેમના ફેવરેટ ક્રિકેટરની વાત કરી હતી તે બીજુ કોઈ નહી પણ જસપ્રિત બુમરાહ છે, ઈન્જરી પછી પણ ટેસ્ટ રમવા પાછો આવ્યો એ ભારતના નવા ઉભરતા ક્રિકેટરો માટે પ્રોત્સાહનરુપ છે. ગુજરાત એવું રાજ્ય છે કે જેણે ઘણા મોટો લોકો આપ્યા એટલે રાજ્ય હોય તો ગુજરાત જેવું. આજે મને ગુજરાતી હોવાનો ઘણો આનંદ અને ગર્વ થાય છે. અફઘાનીસ્તાન ખેલાડી જે 17 વર્ષની ઉંમરે ગુજરાતીમાં ભણ્યો પણ હવે હિન્દી અને અંગ્રેજમાં પણ કામ કરુ છું.
15 કલાક મેહનત કરીને પણ મારા પપ્પાને 3500 હજાર રુપિયા મળતા. ત્યારે મારા પિતા અને પરિવારે ઘણી મહેનનત કરી અને આજે અમે આગ આવ્યા છે.