આજનું હવામાન : મેઘરાજા ફરી ગુજરાતને ધમરોળશે ! આ જિલ્લાઓમાં ખાબકશે અતિભારે વરસાદ, જુઓ Video

| Updated on: Sep 02, 2024 | 9:53 AM

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઓડિશા- આંધ્રપ્રદેશ પર બનેલા ડિપ્રેશનથી રાજ્યમાં પુન:વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓડિશા- આંધ્રપ્રદેશ પર બનેલા ડિપ્રેશનથી રાજ્યમાં પુન:વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં મધ્યમથી ભારેની આગાહી કરવામાં આવી છે. 3 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચિરાગ શાહે વરસાદની કરી આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાત ચિરાગ શાહે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 2 અને 3 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક જિલ્લામાં પડશે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.