ગાંધીનગર વીડિયો: કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે ગુજરાતના દરેક ગામમાં બનાવાશે એક વિશેષ ટીમ

| Edited By: | Updated on: Jan 17, 2024 | 5:14 PM

આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલેની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગુજરાતના દરેક ઘરે ઉજવણી માટે આયોજન કરાયું છે.

આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગુજરાતના દરેક ઘરે ઉજવણી માટે આયોજન કરાયું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પંચાયત પરિષદ દ્વારા આયોજન કરાશે. દરેક ગામમાં ઉજવણી માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવશે. રાજ્ય પંચાયત પરિષદ દ્વારા તમામ ટીમનું મોનીટરીંગ કરવામાં આવશે.

બીજી તરફ આજથી રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ રામમય બન્યુ છે. રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના યજમાન પદે ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કથા રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર રમેશભાઈ ઓઝાના વ્યાસાસને યોજાશે. રામ જન્મભુમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કથાને ‘ભગવત કે રામ’ નામ અપાયું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો