ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ, કોસ્ટગાર્ડની શીપની હલચલ વિશે પાકિસ્તાનને આપતો હતો માહિતી, જુઓ Video

| Edited By: | Updated on: Nov 29, 2024 | 4:14 PM

ફરી એકવાર ગુજરાતમાંથી પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપતો જાસુસ પકડાયો છે. ગુજરાત ATSએ દેવભૂમિ દ્વારકાથી એક જાસૂસની ધરપકડ કરી છે. આ વ્યક્તિ કોસ્ટગાર્ડની જરૂરી માહિતી પાકિસ્તાનની એજન્સીઓ સુધી પહોંચાડતો હોવાની માહિતી મળી છે.

ફરી એકવાર ગુજરાતમાંથી પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપતો જાસુસ પકડાયો છે. ગુજરાત ATSએ દેવભૂમિ દ્વારકાથી એક જાસૂસની ધરપકડ કરી છે. આ વ્યક્તિ કોસ્ટગાર્ડની જરૂરી માહિતી પાકિસ્તાનની એજન્સીઓ સુધી પહોંચાડતો હોવાની માહિતી મળી છે.

ઓખામાંથી ઝડપાયો જાસુસ

દેવભૂમિ દ્વારકાના ઓખામાંથી દીપેશ ગોહેલ નામના જાસુસની ATSએ ધરપકડ કરી છે. આ વ્યક્તિ પાકિસ્તાની જાસૂસી એજન્સીઓને કોસ્ટગાર્ડની શીપની હલચલની અત્યંત ગુપ્ત માહિતી આપતો હતો. દીપેશ ગોહેલ પાકિસ્તાની જાસુસી એજન્સીઓ સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યુ છે.

અગાઉ પોરબંદરથી પણ જાસુસ પકડાયો હતો

મહત્વનું છે કે એક મહિના પહેલા પણ પોરબંદરથી પણ આ પ્રમાણે કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાનને મોકલતા જાસુસની ધરપકડ કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડની બોટની માહિતી પાકિસ્તાન જતી હોવાની માહિતીને આધારે એટીએસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી શંકાસ્પદ યુવક પર નજર રાખવામાં આવી હતી. જે બાદ આ શંકાસ્પદ યુવક પંકજ કોઠીયાની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેના મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો.

પંકજ કોટીયાની પૂછપરછ અને તેના મોબાઈલ પરથી તે પોરબંદરમાં રહેલી કોસ્ટગાર્ડની બોટનું લોકેશન અને માહિતી પાકિસ્તાની યુવતીને મોકલતો હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે ગુજરાત એટીએસ દ્વારા પંકજ કોટિયા સામે ફરિયાદ નોંધ તેની ધરપકડ કરી છે.

પોરબંદરથી પકડાયેલો પંકજ કોટીયા આઠેક મહિના પહેલા ફેસબુકના માધ્યમથી રિયા નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. રિયા નામની યુવતી મુંબઈની હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું યુવકને જણાવ્યું હતું. જે બાદ રિયા અને પંકજ કોટિયા વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ માધ્યમથી એકબીજાના સંપર્કમાં હતા. રિયા દ્વારા પંકજ કોટિયા પાસે પોરબંદર કોસગાર્ડની બોટની માહિતી માંગવામાં આવતી હતી. જેના બદલામાં રિયા દ્વારા યુવકને પૈસાની પણ લાલચ આપવામાં આવી હતી.