Gir Somnath : ખેરા ગામના લોકોએ હાઈ-વે ઓથોરિટી સામે મોરચો માંડ્યો, સર્વિસ રોડ ન બનાવતા સ્થાનિકોએ રામધૂન બોલાવી કર્યો વિરોધ, જુઓ Video

|

Aug 08, 2024 | 12:05 PM

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખેરા ગામના લોકોએ હાઈ-વે ઓથોરિટી સામે મોરચો માંડ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે જ્યારે હાઇવે રોડ બનતો હતો.

ગુજરાતમાં અનેક વિકાસના કાર્યો થઈ રહ્યાં છે. ત્યારે કેટલાક નવા હાઈવે બની રહ્યાં છે. જેથી લોકોના સમયનો બગાડ ન થાય. પરંતુ વિકાસ કાર્યો કર્યા પછી સ્થાનિકો માટે વૈકલ્પિક માર્ગ મુકવાનું ભૂલી જતા હોય છે. આવી જ એક ઘટના ગીર સોમનાથ પંથકમાં બની છે. જેના પગલે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખેરા ગામના લોકોએ હાઈ-વે ઓથોરિટી સામે મોરચો માંડ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે જ્યારે હાઇવે રોડ બનતો હતો.

ત્યારે સ્થાનિકોને વિશ્વાસમાં લઈને હાઈ-વે ઓથોરિટી વાળાઓએ અહીંથી સર્વિસ રોડ આપવાની ખાત્રી આપી હતી. પણ જ્યારે હાઇવે નું કામ પૂરું થયું ત્યારે ગ્રામજનોને સર્વિસ રોડ ન મળ્યો. સર્વિસ રોડ ન મળતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોને પોતાના ઘર સુધી પહોંચવા માટે પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના પગલે ગ્રામજનોએ રસ્તા પર રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે.

 

Next Video