ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વૃદ્ધોની સુખાકારી માટે નવી પહેલ, અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને મેયરે આપી લીલી ઝંડી- Video
ગાંધીનગર મહાનગરપાલિકાએ વૃદ્ધોના સ્વાસ્થ્યની સુખાકારી માટે "અવસર યોજના" અંતર્ગત "અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ" શરૂ કર્યો છે. આ મોબાઇલ આરોગ્ય એકમ 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોના ઘરે જઈને મેડિકલ ચેકઅપ કરશે. આ યોજનાથી 35,000 જેટલા વૃદ્ધોને લાભ મળશે અને અત્યાર સુધીમાં 500 થી વધુ વૃદ્ધોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ગાંધીનગર મનપા દ્વારા વૃદ્ધોના સ્વાસ્થયની સુખાકારી માટે નવી પહેલ કરાવામાં આવી છે. હવે ગાંધીનગરમાં રહેતા વૃદ્ધો ઘરે બેઠા જ મેડીકલ ચેકઅપ કરાવી શકશે. જે માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અવસર યોજનાનો મેયરના હસ્તે પ્રારંભ કરાયો હતો. જેમાં અવસર યોજના અંતર્ગત અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને લીલી ઝંડી આપવામાં આવી હતી. મનપાના મેયર મીરા બેન પટેલ સાથે ડે. મેયર અને સ્ટેડિનગ કમિટીના ચેરમેને આપી રથને લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું.
આ અટલ રથ ગાંધીનગરમાં ઘરે ઘરે ફરી 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોનું મેડીકલ ચેકઅપ કરશે અને જો જરૂર જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર સારવાર આપવામાં આવશે. આરોગ્ય રથમાં એક મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને હેલ્પર હાજર રહેશે. આ અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથનો લાભ 35 હજાર જેટલા વૃદ્ધને મળશે. અત્યાર સુધીમાં 500 જેટલા વૃદ્ધોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો