Cyclone Biparjoy: ગુજરાતમાં વાવાઝોડાને લઇને તંત્ર એલર્ટ, એરફોર્સની ટીમ સ્ટેન્ડ બાય રખાઇ

| Edited By: | Updated on: Jun 11, 2023 | 11:19 AM

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે.બિપરજોય વાવાઝોડું હાલ પોરબંદરના દરિયાકાંઠેથી 540 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.

Cyclone Biparjoy: સંભવિત વાવાઝોડાના ખતરાને લઇને ગુજરાત  સરકાર એલર્ટ બની છે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ એક્ટિવ કરાયો છે.હવામાન વિભાગની આગાહી અંતર્ગત દરિયા કિનારાના વિસ્તારોમાં મોનીટરીંગ કરાઈ રહ્યુ છે.આ સાથે જિલ્લા કલેક્ટર અને DDOને વાવાઝોડા અંગેની SOP પણ આપવામાં આવી છે. જયારે એરફોર્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે.બિપરજોય વાવાઝોડું હાલ પોરબંદરના દરિયાકાંઠેથી 540 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.આગામી 24 કલાકમાં વાવાઝોડું ક્યાં જશે તેની દિશાની જાણકારી મળશે. તો આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે.

 

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 11, 2023 09:09 AM