દાહોદની થઈ કાયાપલટ ! 128 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો કમાંડ એન્ડ કંટ્રોલ કરાયો કાર્યરત, 357 જગ્યાએ લગાવાયા CCTV, જુઓ Video
કેન્દ્ર સરકારના સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત દાહોદની કાયાપલટ થઈ રહી છે. જે અંતર્ગત 128 કરોડના ખર્ચે કલેકટર કચેરી ખાતે ઈન્ટિગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ પણ કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં 80 જગ્યા પર 357 કેમેરાની મદદથી સમગ્ર દાહોદ શહેર પર નજર રખાઈ રહી છે.
કેન્દ્ર સરકારના સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત દાહોદની કાયાપલટ થઈ રહી છે. જે અંતર્ગત 128 કરોડના ખર્ચે કલેકટર કચેરી ખાતે ઈન્ટિગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ પણ કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં 80 જગ્યા પર 357 કેમેરાની મદદથી સમગ્ર દાહોદ શહેર પર નજર રખાઈ રહી છે. આ સાથે જ સ્માર્ટ પોલ મદદથી ફ્રી WIFIની સુવિદ્યા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડિસ્પ્લે તેમજ માઈક દ્વારા દાહોદવાસીઓને જરૂરી માહિતી પહોંચાડવામાં આવે છે.
128 કરોડના ખર્ચે કમાંડ એન્ડ કંટ્રોલ તૈયાર
આ ઉપરાંત આ કંટ્રોલ સેન્ટરની મદદથી દાહોદને સ્વચ્છ રાખવા માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમનું મોનીટરીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં 24 કલાક 15થી 20 લોકો કામ કરે છે. જેઓ દાહોદની પ્રજા દ્વારા આવતી ફરિયાદો સાંભળી તેનુ સમાધાન કરવા કાર્યવાહી કરે છે.
80 જગ્યા પર 357 કેમેરા લાગ્યા
દાહોદમાં લગાવામાં આવેલા CCTV કેમેરા પોલીસ મોટે પણ કારગર સાબિત થયા છે. CCTV સર્વ લેન્સના કારણે પોલીસને 700 જેટલા ગુનાઓમાં આરોપીને શોધવામાં મદદ મળી છે. એટલે કે પ્રજાની સુખાકારીને સાથે આ સુરક્ષામાં પણ વધારો થયો છે.
આ સાથે જ દાહોદ વાસીઓની સુવિધા માટે પ્લે સ્ટોર પર ગ્રીન દાહોદ નામની એપ પણ કાર્યરત કરવામાં આવી છે. નાગરિકો આ એપના માધ્યમથી પોતાની દરેક રજૂઆતો અથવા ફરિયાદો સીધે સીધી કમાન્ડ એન્ડ કંટ્રોલમાં કરી શકે છે. જેમાં મોનિટરિંગ દરમિયાન જે તે સંબંધિતોને ઉપરોક્ત રજૂઆતો અને સમસ્યાઓ મોકલવામાં આવે છે.