Ahmedabad: સેટેલાઇટ પાર્ક એપાર્ટમેન્ટમાં રહીશો અને બિલ્ડર વચ્ચે ઘર્ષણ, જાણો શું હતો સમગ્ર મામલો
મોડી રાત્રે સ્થાનિકો અને બિલ્ડર વચ્ચે દિવાલને લઇને ઘર્ષણ થયુ હતુ. જે બાદ દિવાલ તોડી પડાઇ હોવાના પણ દ્રશ્યો વીડિયોમાં જોઇ શકાય છે. મામલો એટલો બધો બીચક્યો હતો કે પોલીસ તાત્કાલિક સ્થળ પર આવવુ પડ્યુ હતુ.
અમદાવાદ (Ahmedabad)માં સેટેલાઇટ પાર્કમાં મોડી રાત્રે એક વિચિત્ર ઘટના બની હતી. મોડી રાત્રે સેટેલાઇટ પાર્ક એપાર્ટમેન્ટ (Satellite Park Apartment)ના રહીશો અને બિલ્ડર વચ્ચે ઘર્ષણ (Friction) સર્જાયુ હતુ. મામલો એટલો બધો બિચક્યો હતો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડવો પડ્યો હતો.
બનાવ કઇક એવો છે કે અમદાવાદમાં સેટેલાઇટ પાર્ક એપાર્ટમેન્ટમાં બિલ્ડરે મોડી રાત્રે પાર્કિંગ એરિયામાં દિવાલ ઊભી કરી દીધી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગાર્ડન અને પાર્કિંગ એરિયા જ્યાં સિનિયર સિટીઝન્સ માટે બેસવાની વ્યવસ્થા અને બાળકો માટે રમવાની વ્યવસ્થા છે ત્યાં આ પ્રકારે અચાનક દિવાલ ઉભી કરી દેવામાં આવી હતી. આમ અચાનક દિવાલ ઊભી કરી દીધેલી જોઇને એપાર્ટમેન્ટના રહીશો અને બિલ્ડર સામ સામે આવી ગયા હતા.
મોડી રાત્રે સ્થાનિકો અને બિલ્ડર વચ્ચે દિવાલને લઇને ઘર્ષણ થયુ હતુ. જે બાદ દિવાલ તોડી પડાઇ હોવાના પણ દ્રશ્યો વીડિયોમાં જોઇ શકાય છે. મામલો એટલો બધો બીચક્યો હતો કે પોલીસ તાત્કાલિક સ્થળ પર આવવુ પડ્યુ હતુ. જો કે આ મામલે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પાર્કિંગ એરિયામાં દિવાલ બનાવવા માટેની મંજુરીનો મામલો કોર્ટમાં વિચારાધીન હોવાની પણ માહિતી મળી છે.
સેટેલાઈટ પાર્કના રહીશો દ્વારા મીડિયા સમક્ષ આ સમગ્ર બાબતને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ઘટના મુકવામાં આવશે તેવુ જણાવવામાં આવ્યુ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સમગ્ર ઘટનામાં ગિરીશ પટેલ નામનો બિલ્ડર આ પાછળનું કારણ છે.
આ પણ વાંચો-
કિશન ભરવાડ હત્યા કેસ: દિલ્હીના મૌલવી કમર ગનીની ATSએ કરી ધરપકડ, ધંધુકા ગામ સજ્જડ બંધ જોવા મળ્યુ
આ પણ વાંચો-