શ્રી રામની ચરણ પાદુકા રાજકોટ આવી, ભાજપ અગ્રણી કાશ્મીરા નથવાણીના ઘરે પધરામણી, જુઓ વીડિયો
ભગવાન શ્રી રામની પાદુકા ભારત ભ્રમણ માટે નીકળી છે. ત્યારે આજે રાજકોટ આવી પહોંચતાં લોકોમાં હર્ષની લાગણી છે. રાજકોટના સામાજિક અને રાજકીય આગેવાનો દર્શન કરવા પહોંચ્યા હતા. રાજકોટ બાદ ચરણ પાદુકા દ્વારકા જશે અને ત્યાં પણ વિધિ-વિધાન મુજબ પૂજા કરવામાં આવશે.
અયોધ્યાથી ભગવાન શ્રી રામની ચરણ પાદુકા રાજકોટમાં આવી પહોંચી છે. આ ચરણ પાદુકાની ભાજપ અગ્રણી અને લોહાણા આગેવાન કાશ્મીરા નથવાણીના ઘરે પધરામણી કરાઇ છે. પધરામણી દરમિયાન ફટાકડા ફોડાયા અને ઢોલના તાલે સ્વાગત કરવામાં આવ્યું. જે બાદ વિધિ-વિધાન મુજબ ચરણ પાદુકાની પૂજા અર્ચના કરાઇ હતી.
આ પણ વાંચો વીડિયો : અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદના 450 કિલોના નગારાનો ગુંજશે નાદ, જાણો શું છે તેની ખાસિયત
ઉલ્લેખનીય છે કે, ભગવાન શ્રી રામની પાદુકા ભારત ભ્રમણ માટે નીકળી છે. ત્યારે આજે રાજકોટ આવી પહોંચતાં લોકોમાં હર્ષની લાગણી છે. રાજકોટના સામાજિક અને રાજકીય આગેવાનો દર્શન કરવા પહોંચ્યા હતા. રાજકોટ બાદ ચરણ પાદુકા દ્વારકા જશે અને ત્યાં પણ વિધિ-વિધાન મુજબ પૂજા કરવામાં આવશે.