Tapi News : સોનગઢમાં કોંગ્રેસના મહિલા સભ્ય પર કરાયો જીવલેણ હુમલો, વાળ કાપી માર્યો ઢોરમાર, જુઓ Video
તાપીના સોનગઢ તાલુકા પંચાયતના મહિલા સભ્ય પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ટોકરવા બેઠકના કોંગ્રેસના સભ્ય ઉર્મિલા ગામીત પર હુમલો થયો છે. ગતરોજ મોપેડ પર જઈ રહેલા ઉર્મિલાબેનને લાલસિંગ ગામીત નામના શખ્સના પરિવારના સભ્યોએ આંતરીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે.
Tapi News : તાપીના સોનગઢ તાલુકા પંચાયતના મહિલા સભ્ય પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ટોકરવા બેઠકના કોંગ્રેસના સભ્ય ઉર્મિલા ગામીત પર હુમલો થયો છે. ગતરોજ મોપેડ પર જઈ રહેલા ઉર્મિલાબેનને લાલસિંગ ગામીત નામના શખ્સના પરિવારના સભ્યોએ આંતરીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે.
કોંગ્રેસના મહિલા સભ્ય થયો જીવલેણ હુમલો
ઉર્મિલાબેનના કપડાં ફાડી વાળ કાપીને માર મરાયો હોવાનું આરોપ લગાવવામાં આવ્યો છે. ઉર્મિલાબેનને હુમલા દરમિયાન સ્વબચાવ કરતા ડાબા હાથમાં ફેક્ચર થયુ છે. હાલ ઉર્મિલાબેન જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોનગઢ પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. જો કે કોંગ્રેસના સભ્ય ઉર્મિલા ગામીત પર હુમલો કયાં કારણોસર થયો હતો તે હજી અકબંધ છે.