Aravalli: અરવલ્લી જિલ્લામાં એક માસમાં 388 લોકોને શ્વાને બચકાં ભર્યા, 5 વર્ષની બાળકીને અમદાવાદ ખસેડાઈ

|

Oct 24, 2023 | 11:13 PM

અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાંચ વર્ષની બાળકીને શ્વાને બચકાં ભરી લેવાની ઘટના સામે આવી હતી. હફસાબાદ વિસ્તારમાં ઘર આગળ રમી રહેલી બાળકીને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા, જેને લઈ બાળકીને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવી પડી હતી. પાંચ વર્ષની બાળકી ઘર આગળ રમી રહી હતી એ દરમિયાન શ્વાને બચકાં ભરતા હોઠ અને પગે ઈજાઓ પહોંચી હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાંચ વર્ષની બાળકીને શ્વાને બચકાં ભરી લેવાની ઘટના સામે આવી હતી. હફસાબાદ વિસ્તારમાં ઘર આગળ રમી રહેલી બાળકીને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા, જેને લઈ બાળકીને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવી પડી હતી. પાંચ વર્ષની બાળકી ઘર આગળ રમી રહી હતી એ દરમિયાન શ્વાને બચકાં ભરતા હોઠ અને પગે ઈજાઓ પહોંચી હતી. બાળકીનો હોઠ શ્વાને કરડી ખાતા તેને હવે પ્લાસ્ટિક સર્જરીની જરુરીયાત ઉભી થઈ છે.

આ પણ વાંચોઃ પ્રાંતિજના બ્રહ્માણી માતાની પલ્લી સવારીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, જુઓ Video

હોઠ ઉપર બાળકીને 20 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે. આ સિવાય પગે પણ બે જગ્યાએ ઈજા પહોંચતા 18 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા. હોઠ માટે પ્લાસ્ટિક સર્જરી કરવા માટે તજવીજ હાથ ધરી હતી. મોડાસાની વાત કરવામાં આવે તો 106 જેટલા લોકોને શ્વાને બચકાં ભર્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં 388 જેટલા કેસ નોંધાયા છે.

 

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:08 pm, Tue, 24 October 23

Next Video