આજનું હવામાન : ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી જામશે વરસાદી માહોલ, અંબાલાલ પટેલે ખેડૂતોને સાવધાન રહેવા જણાવ્યુ, જુઓ Video

| Updated on: Sep 22, 2024 | 10:03 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સક્યુલેશનને કારણે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી શકે છે. ખેડૂતોએ પોતાના પાકને લઈને સાવધાન રહેવુ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તો 25 સપ્ટેમ્બરથી જ વરસાદ ફરી જોર પકડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 3 ઓક્ટોબર સુધી વરસાદી રાઉન્ડ યથાવત રહે તેવી આગાહી કરી છે.